Thursday, August 27, 2026
Homeરાજ્યજામનગરનારણપરના વાડી વિસ્તારમાંથી કેબલ વાયરની ચોરી

નારણપરના વાડી વિસ્તારમાંથી કેબલ વાયરની ચોરી

જામનગર તાલુકાના નારણપર ગામની સીમમાં આવેલા વાડી વિસ્તારમાંથી અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને જુદા જુદા ખેતરોમાંથી રૂા. 61,400ની કિંમતના 730 ફુટ કેબલ વાયર ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના નારણપર ગામની સીમમાં આવેલા મિલનભાઇ નવિનભાઇ નંદા (ઉ.વ.33) તથા અન્ય ખેડૂતોના ખેતરમાંથી અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને રૂા. 26,400ની કિંમતનો 4 એમએમનો 330 ફુટ કેબલ તથા રૂા. 7500ની કિંમતનો 2.5 એમએમનો 150 ફુટ કેબલ તેમજ રૂા. 27,500ની કિંમતનો 250 ફુટ 6 એમએમનો કેબલ મળી કુલ રૂા. 61,400ની કિંમતનો 730 ફુટ કેબલ ચોરી કરી ગયા હતા. આ ચોરીના બનાવની મિલનભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ ડી. બી. જોગિયા તથા સ્ટાફએ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular