જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના 487મા સ્થાપના દિવસના પાવન અવસરે 19 ઓગસ્ટ સાંજે 6:00 કલાકે એમ. પી. શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે ઓપન જામનગર પ્રશ્નોત્તરી કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ ક્વિઝ કોમ્પિટિશનમાં ખાસ કરીને જામનગરના સમૃદ્ધ ઇતિહાસ, કળા, સંસ્કૃતિ અને વારસાને લગતા રસપ્રદ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પૂર્વ લિમ્કા બુક રેકોર્ડ હોલ્ડર આનંદ દવે તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનકુમાર મોનાણીએ ક્વિઝ માસ્ટર તરીકે ઉત્કૃષ્ટ સંચાલન કર્યું હતું, જેમાં સાચા જવાબો આપનાર ઉત્સાહી નાગરિકોને સ્થળ પર જ પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ અનિવાર્ય કારણસર ઉપસ્થિત રહી શકેલ ન હોય તેઓએ શુભેચ્છા સંદેશ પાઠવેલ અને શહેરના સ્થાપના દિવસે યોજાયેલ પ્રશ્નોત્તરી કાર્યક્રમમાં ભાગ લેનાર તમામને અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં મેયર મોનિકાબેન વ્યાસ, ડે. મેયર રાકેશભાઈ ડેર, સ્ટે. કમિટી ચેરમેન ધિરેનકુમાર મોનાણી, કમિશનર દીપેશ કેડિયા, શહેર અધ્યક્ષા બીનાબેન કોઠારી, શાસકપક્ષ નેતા અમરભાઈ મોદી, દંડક પ્રવીણાબેન રુપડિયા, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન હર્ષાબા જાડેજા, ડે. કમિશનર ડી.એ.ઝાલા, શહેર મહામંત્રી ભાવેશભાઈ કાનાણી, મ્યુનિ. સભ્યો સુભાષભાઈ જોષી, રાજેશભાઈ યાદવ, ધવલભાઈ નાખવા, અમરભાઈ કનખરા, પ્રકાશભાઈ રાઠોડ, ઝરિનાબેન કુંભણિયા, રીટાબેન જોટંગીયા, શર્મીલાબેન નંદા, દર્શનભાઈ શેઠ, હેતલબેન અમેથિયા, આશાબેન રાઠોડ, સંજયભાઈ દાઉદિયા તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


