કાલાવડ તાલુકાના સતિયા ગામના સીમ વિસ્તારમાં ખેતીકામ કરતાં સમયે પ્રૌઢ બેશુદ્ધ થઇ જતાં હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું.
બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના સતિયા ગામમાં રહેતા મશરૂભાઇ જુસાભાઇ ગોલતર (ઉ.વ.58) નામના ખેડૂત પ્રૌઢ સોમવારે બપોરના સમયે તેના ખેતરમાં ખેતીકામ કરતાં હતા ત્યારે એકાએક છાતીમાં દુખાવો ઉપડતાં બેશુદ્ધ થઇ જતાં સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કયુર્ર્ હતું. આ અંગેની નાગજીભાઇ દ્વારા જાણ કરતા હે.કો. એન. કે. છૈયા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.


