Tuesday, August 11, 2026
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લામાં બે સ્થળોએ અંગ્રેજી અને દેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ

દ્વારકા જિલ્લામાં બે સ્થળોએ અંગ્રેજી અને દેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ

ખંભાળિયામાં એલસીબીએ હાઇવે પર વોચ ગોઠવી કારમાં લઇ જવાતા દારૂના જથ્થાને ઝડપી લઇ એક શખ્સની અટકાયત કરી હતી. તેની પૂછપરછમાં અન્ય છ શખ્સોના નામ ખુલતા તેની શોધખોળ આરંભાઇ હતી. દ્વારકા જિલ્લામાં મકનપુર ગામની સીમમાંથી અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો ખંભાળિયા વિસ્તારમાં એલસીબી વિભાગના પી.આઈ. એન.એચ. જોશીના વડપણ હેઠળ એલસીબીની ટીમ દ્વારા એ.એસ.આઈ. અરજણભાઈ મારુ, જેસલસિંહ જાડેજા તથા ખીમાભાઈ આંબલીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી હતી. જેમાં ખંભાળિયા-પોરબંદર માર્ગ પર આવેલી શાળા નજીકથી પસાર થઇ રહેલી કારને આંતરીને તલાશી લેતાં તેમાંથી 200 લીટર દેશી દારૂ મળી આવતાં ચાલક રામ ભારમલ ધારાણી (ઉ.વ.23)ની અટકાયત કરી હતી. કારચાલકની પૂછપરછમાં તેણે આ જથ્થો ભાણવડ તાલુકાના રાણપર ગામના રાણા બાલા કોડીયાતર નામના દારૂની ભઠ્ઠી ચલાવનારા શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું તથા આ દારૂ મૂળ લલીયા ગામના અને હાલ ખંભાળિયાના રહીશ રાહુલ ગોપાલ ધારાણી, દેવા મશુરા, જતીન ગોસ્વામી, નવલ ઘેલા બંધ અને ચોખંડા ગામના હૈદર નામના પાંચ શખ્સો દ્વારા મંગાવવામાં આવ્યો હોવાની કેફિયત આપી હતી. પોલીસે રૂા. 40 હજારની કિંમતનો દારૂ, રૂા. 10 હજારની કિંમતનો મોબાઇલ ફોન તથા રૂા. 1.5 લાખની કિંમતની કાર કબ્જે કરી આ પ્રકરણના અન્ય 6 શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

બીજો દરોડો દ્વારકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. જાડેજાના માર્ગદર્શન તથા સર્વેલન્સ પો.સબ.ઇન્સ્પેક્ટર આર.એલ. ચોપડાની સૂચના હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન સ્ટાફના હરપાલસિંહ જાડેજા અને જેશાભાઈ આંબલીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે મકનપુર ગામની સીમમાં પાણીના ટાંકા સામેથી અલગ-અલગ બ્રાન્ડની રૂ. 67,600 ની કિંમતની અંગ્રેજી દારૂની કુલ 52 બોટલ સહિતનો મુદ્દામાલ કબજે કરી મકનપુર ગામમાં રેલવે ફાટક પાસે રહેતા જશરાજભા લાલાભા માણેકને ઝડપી પાડ્યો હતો. ઉપરોક્ત શખ્સ સામે દ્વારકા પોલીસ મથકમાં અગાઉ પણ દારૂ અંગેનો એક કેસ નોંધાઈ ચૂક્યો છે. આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. એમ.જી. જાડેજા, પી.એસ.આઈ. આર.એલ. ચોપડા સાથે સ્ટાફના થારીયાભાઈ, રાણાભાઈ, હરપાલસિંહ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular