Monday, August 10, 2026
Homeરાજ્યહાલારસ્થાનિક પોલીસને અંધારામાં રાખી રેન્જ આઇજીની ટીમનો દરોડો

સ્થાનિક પોલીસને અંધારામાં રાખી રેન્જ આઇજીની ટીમનો દરોડો

જોડિયા તાલુકાના લખતર ગામની સીમમાં આવેલા ખેતરમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાતા સ્થળે રાજકોટ રેન્જ આઇજીની ટીમે રેઇડ દરમ્યાન નવ શખ્સોને રોકડ અને બાઇક તથા કાર સહિતના મુદામાલ સાથે ઝડપી લીધાં હતાં.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જોડિયા તાલુકાના લખતર ગામની સીમમાં આવેલી હેમરાજ શિવા ભાલોડિયાના કબ્જાના ખેતરમાં બહારથી માણસો બોલાવી તીનપતીનો જુગાર રમાડી નાલ ઉઘરાવતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની સૂચનાથી પીએસઆઇ સી. એમ. કાંટેલિયા તથા સ્ટાફએ રેઇડ દરમ્યાન હેમરાજ શિવા ભાલોડિયા, સુખા મેઘજી ઘેટિયા, કાંતિ ગંગારામ સંતોકી, પ્રવીણ અમૃત નિમાવત, જીજ્ઞેશ મોહન નાગપરા, નિલેશ ગિરધર ભીમાણી, અજય મનજી ગોડવાણી, નરભેરામ ટપુ ગડારા, લાભુભારતી બચુભારતી ગોસાઇ સહિતના નવ શખ્સોને ઝડપી લીધાં હતાં.

રાજકોટ રેન્જ આઇજીની ટીમે રેઇડ દરમિયાન રૂા. 3,35,900ની રોકડ રકમ, રૂા. એક લાખની કિંમતની ત્રણ બાઇક અને રૂા. પાંચ લાખની કિંમતની કાર મળી કુલ રૂપિયા 10,25,900નો મુદામાલ કબ્જે કરી જોડિયા પોલીસ સ્ટેશનને સોંપી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular