Monday, August 10, 2026
Homeરાજ્યહાલારખાનકોટડામાં ઝેરી જનાવર કરડી જતાં વૃદ્ધ ખેડૂતનું મોત

ખાનકોટડામાં ઝેરી જનાવર કરડી જતાં વૃદ્ધ ખેડૂતનું મોત

કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામમાં રહેતાં ખેડૂત વૃદ્ધ ગામની સીમમાં આવેલા તેના ખેતરમાં ખેતીકામ કરતાં હતાં. તે દરમ્યાન કોઇ ઝેરી જનાવર કરડી જતાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. જામજોધપુર તાલુકાના અમરાપર ગામની સીમમાં આવેલા ખેતરમાં પ્રૌઢને હૃદયરોગનો હુમલો આવતાં મોત નિપજયું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામમાં રહેતાં અને ખેતી કરતાં ભીમજીભાઇ પાંચાભાઇ વાટલિયા (ઉ.વ.65) નામના વૃદ્ધ ગત્ તા. 31ના રોજ સવારના સાડા આઠ વાગ્યાના અરસામાં ગામની સીમમાં આવેલા તેના ખેતરે કામ કરતાં હતા. ત્યારે કોઇ ઝેરી જનાવર કરડી જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પુત્ર નિકુંજભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. એન. કે. છૈયા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ જામજોધપુર તાલુકાના અમરાપર ગામમાં રહેતાં વીરમભાઇ રામભાઇ વરૂ (ઉ.વ.52) નામના પ્રૌઢ રવિવારે સવારના સમયે ગામની દાતાર સીમમાં આવેલી વાડીએ હતા ત્યારે એકાએક હૃદયરોગનો હુમલો આવતાં બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં પ્રૌઢનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પુત્ર કેતન દ્વારા જાણ કરાતા હે.કો. આર. આર. જાડેજા સ્ટાફ સાથે હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તજવીજ આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular