જામનગર જિલ્લાના ધ્રાંગડા ગામના વાડી વિસ્તારમાં રહેતી પરિણીતાને વતનમાં જવું હોય પરંતુ પતિ પાસે પૈસા ન હોવાથી હાલ વતનમાં જવાની ના પાડતાં મનમાં લાગી આવતા પત્નીએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
બનાવની વિગત મુજબ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના એરામ ગામના વતની અને હાલ જામનગર તાલુકાના ધ્રાંગડા ગામની સીમમાં આવેલી રમેશભાઇ ગડારાની વાડીમાં ખેતમજૂરી કામ કરતી મલકીબેન વિકેશભાઇ બાંભણિયા (ઉ.વ.23) નામની પરિણીતાને તેના વતનમાં આંટો મારવા જવું હતું પરંતુ ખેતમજૂર પતિ વિકેશ પાસે હાલ પૈસા ન હોવાથી વતનમાં જવાની ના પાડતાં આ બાબતનું માઠું લાગી આવતા મલકીબેને ગત્ તા. 03ના રોજ બપોરના સમયે ખેતરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું રવિવારે સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં મૃતકના પતિ વિકેશ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એ. આર. પરમાર તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


