Monday, August 10, 2026
Homeરાજ્યહાલારસસરાની તબિયત જોવા જતાં યુવાનને વાહને ઠોકરે ચઢાવતા મોત

સસરાની તબિયત જોવા જતાં યુવાનને વાહને ઠોકરે ચઢાવતા મોત

કાલાવડ તાલુકાના સરવાણિયા ગામમાં રહેતો યુવાન સાંજના સમયે બાઇક પર સસરાની તબિયત પૂછવા રાજકોટ જતો હતો ત્યારે કાલાવડ નજીક બેફિકરાઇથી આવી રહેલા અજાણ્યા વાહને બાઇકને હડફેટ લેતાં યુવાનનું મોત નિપજયું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના સરવાણિયા ગામમાં રહેતો લક્ષ્મણભાઇ પ્રેમજીભાઇ ચૌહાણ (ઉ.વ. 32) નામનો યુવાન રવિવારે સાંજે સાત વાગ્યે તેના જીજે10 બીપી 2802 નંબરના બાઇક પર રાજસ્થળી ગામમાં રહેતાં તેના સસરાની તબિયત સારી ન હોય જેથી ખબર પૂછવા જતો હતો ત્યારે કાલાવડ-રાજકોટ માર્ગ પર મધુરમ્ હોસ્પિટલ પછીની ગોળાઇ પાસે પહોંચ્યો ત્યારે પુરપાટ બેફિકરાઇથી આવી રહેલા અજાણ્યા વાહને બાઇકને હડફેટ લેતાં લક્ષ્મણભાઇને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ અજાણ્યા વાહનચાલક પલાયન થઇ ગયો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજયાની મૃતકના પિતા પ્રેમજીભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. બી. એસ. જાડેજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી અજાણ્યા વાહનની શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular