જો તમે પણ ટ્રેનના દરવાજે બેસીને જોખમી મુસાફરી કરતા હોવ તો સાવધાન થઈ જજો! અંકલેશ્વરના પાનૌલી રેલવે સ્ટેશન પર એક અત્યંત હૃદયકાંપનારી ઘટના સામે આવી છે, જ્યાં માત્ર એક મોબાઈલ ફોનની લૂંટમાં એક નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.ઘટના 6 ઓગસ્ટની છે. જયપુર-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન (નંબર 12980) ના જનરલ કોચના દરવાજે બેસીને માધવપુરથી સુરત તરફ મુસાફરી કરી રહેલા 32 વર્ષીય રિક્ષા ચાલક અશોક ગુર્જર જ્યારે પાનૌલી સ્ટેશન પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે બેંચ પર સૂતેલા એક અજાણ્યા શખ્સે અચાનક દોડીને ચાલુ ટ્રેને તેમનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો.
View this post on Instagram
મોબાઈલ ખેંચાતા જ અશોક ગુર્જરે સંતુલન ગુમાવ્યું હતું અને તેઓ કોચ સાથે લટકી પડ્યા હતા. થોડે દૂર સુધી ઢસડાયા બાદ પકડ છૂટી જતાં તેઓ પ્લેટફોર્મ અને ટ્રેક વચ્ચે પટકાયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત અશોકનું ટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું છે.આ સમગ્ર ઘટના સ્ટેશનના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. લૂંટ ચલાવ્યા બાદ આરોપીઓ મોહં સંતાડીને ફરાર થઈ ગયા હતા. હાલ ભરૂચ રેલવે પોલીસના PSI એસ. કે. રાણા સહિતની ટીમો દ્વારા પાનૌલી, અંકલેશ્વર અને ભરૂચ સ્ટેશનના CCTV ચકાસીને બે શંકાસ્પદોની તીવ્ર શોધખોળ હાથ ધરવામાં આવી છે.


