કાલાવડમાં રણુજા રોડ પરના વિસ્તારમાં રહેતી મહિલા એકાએક બેશુદ્ધ થઈ જતાં હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેણીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
મળતી વિગત મુજબ, કાલાવડમાં રણુજા રોડ પર આવેલી જેપીએસ સ્કુલ નજીકના વિસ્તારમાં રહેતાં શિલ્પાબેન ઉર્ફે ટીનાભાઈ જીતુભાઈ મસાલિયા (ઉ.વ.35) નામની મહિલા રવિવારે બપોરના સમયે અચાનક બેશુઘ્ધ થઈ જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન સોમવારે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે જોશનાબેન ઝિંઝુવાડિયા દ્વારા જાણ કરાતા એેએસઆઈ વી.ડી.ઝાપડીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


