જામનગર મહાનગરપાલિકાની પેટાસમિતિઓના સભ્યોની જનરલ બોર્ડમાં નિમણૂંક કરવામાં આવી છે. વિવિધ 15 સમિતિઓની રચના કરી તેના સભ્યોની નિમણૂંક થઇ છે. આ જનરલ બોર્ડમાં ટી. પી. સ્કીમની ચર્ચા પણ કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ સોમવારે સવારે જામપાના અટલબિહારી બાજપાઇ સભાગૃહમાં મેયર મોનિકાબેન વ્યાસના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. જેમાં ડેપ્યુટી મેયર રાકેશભાઇ ડેર, કમિશનર દીપેશ કેડિયા, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સામાન્યસભામાં ગુજસીટોકના આરોપી અને કોંગ્રેસના કોર્પોરેટર પોલીસ જાપ્તા સાથે ઉપસ્થિત રહ્યાં હતાં. આ સામાન્ય સભામાં ભાજપના નગરસેવકોએ ટેકા સાથે દરખાસ્ત રજૂ કરતાં કમિટીઓની રચના કરવામાં આવી હતી. જેમાં પબ્લિક વર્કસ કમિટી, વોટર વર્કસ કમિટી, સેનિટેશન કમિટી, લાઇટ કમિટી, શહેરી ગરીબી સમાજ કલ્યાણ કમિટી, સ્લમ અપગ્રેડેશન કમિટી, રમતગમત અને સાંસ્કૃતિક કમિટી, ટાઉન પ્લાનિંગ અને માર્કેટીંગ કમિટી, આરોગ્ય અને ગાર્ડન કમિટી, ડ્રેનેજ કમિટી, વાહન કમિટી, પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક કમિટી, લીગલ કમિટી (સલાહકાર સમિતિ), કોલેજ મેનેજમેન્ટ કમિટી, સ્ટાફ સિલેક્શન કમિટીની રચના કરી નિમણૂંક કરાઇ હતી.
આ સમિતિઓની રચના ઉપરાંત પ્રિલિમિનરી, નગર રચના યોજના નંબર એક અને યોજના નંબર 26માં સમુચિત સત્તામંડળને ફાળવવામાં આવેલા જાહેર હેતૂના અંતિમ ખંડો તથા ટી. પી. રસ્તાની દરખાસ્તને ટેન્ટેટીવ રીક્ધસ્ટીટયૂશન અંગે પરામર્શ આપવાની કમિશનરની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી.
View this post on Instagram


