આધુનિક જમાનામાં જ્યાં એકતરફ હવામાન વિભાગ સેટેલાઇટ અને ટેક્નોલોજીના આધારે વરસાદની આગાહી કરે છે, ત્યાં જામનગર જિલ્લાના આમરા ગામમાં આજે પણ પાંચથી છ સદીઓ જૂની અનોખી પરંપરા જીવંત છે. અહીં રોટલાની દિશા જોઈને વરસાદ ક્યારે આવશે અને કેટલો પડશે તેનું અનુમાન કરવામાં આવે છે. અષાઢના પ્રથમ સોમવારે સમગ્ર ગામ એકત્ર થઈ આ અનોખી વિધિમાં જોડાય છે. વાગતા ઢોલ, રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ ગ્રામજનો અને ઉત્સવ જેવો માહોલ… આ દ્રશ્યો કોઈ લગ્ન પ્રસંગના નથી, પરંતુ વરસાદના વરતારા જાણવા માટે યોજાતી સદીઓ જૂની પરંપરાના છે.
જામનગર નજીક દ્વારકા હાઇવે પર આવેલા આમરા ગામમાં અષાઢના પ્રથમ સોમવારે સમગ્ર ગામ એકત્ર થઈ વરસાદના આગમનની આગાહી કરે છે. આ પરંપરામાં વિશેષ રીતે તૈયાર કરાયેલ રોટલો કેન્દ્રસ્થાને રહે છે. ગામની મહિલાઓ શ્રદ્ધાપૂર્વક રોટલો બનાવે છે અને પછી ઢોલ-નગારાના તાલે સરઘસ સાથે કુવા કાંઠે આવેલા સતી માતાજીના મંદિરે પહોંચે છે. અહીં પૂજા-અર્ચના અને ધ્વજારોહણ બાદ નક્કી કરાયેલ વ્યક્તિ રોટલાને કૂવામાં પધરાવે છે. રોટલો કૂવાના પાણીમાં ડૂબતા પહેલાં કઈ દિશામાં આગળ વધે છે, તેના આધારે વરસાદના પ્રમાણનું અનુમાન કરવામાં આવે છે. ગ્રામજનોના માનવા મુજબ આ પરંપરા અનેક પેઢીઓથી ચાલી આવી છે અને ખેતી તથા ચોમાસા અંગે આશા અને વિશ્વાસનું પ્રતીક બની છે.
વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં પણ આમરા ગામની આ અનોખી પરંપરા આજે પણ જીવંત છે. ગ્રામજનો માટે આ માત્ર એક વિધિ નહીં પરંતુ એકતા, સંસ્કૃતિ અને પ્રકૃતિ પ્રત્યેના વિશ્વાસનું પ્રતીક છે.
View this post on Instagram
જામનગરના આમરા ગામમાં વરસાદની આગાહી માટે અનોખી પરંપરા છે. અહીં અષાઢના પ્રથમ સોમવારે રોટલાથી વરસાદનો વર્તારો થાય છે. આશરે પાંચથી છ સદીઓથી આ પરંપરા જીવંત છે. આ લોકપરંપરા સતી માતાજી મંદિરેથી પૂજા બાદ કૂવામાં રોટલો પધરાવવામાં આવે છે. કૂવામાંદ પડેલા રોટલાની દિશા પરથી વરસાદના પ્રમાણનું અનુમાન થાય છે. ઢોલ-નગારાના તાલે સમગ્ર ગામ જોડાય છે વિધિમાં પરંપરા સાથે ગ્રામજનોની આસ્થા અને અસ્મિતા જોડાયેલી આધુનિક યુગમાં પણ જીવંત છે. વરસાદ જોવાની પ્રાચીન રીત “રોટલો કરશે વરસાદની આગાહી!” જામનગરના આમરા ગામની 500 વર્ષ જૂની અનોખી પરંપરા કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વર્તારો જોવામાં આવે છે. અષાઢી સોમવારે સમગ્ર ગામ સાક્ષી બને છે આ પરંપરાનું. રોટલાની દિશા પરથી થાય છે વરસાદનું અનુમાન પરંપરા, આસ્થા અને લોક વિશ્વાસનું અનોખું સંગમ રોટલો ઉગમની સાઈડમાં જતાં આ વર્ષે વરસાદ સારો થશે અને પાણીનું વર્ષ રહેશે એમ ગામના આગેવાનો કહી રહ્યા છે.


