Tuesday, July 21, 2026
Homeરાજ્યહાલારટ્રેકટરમાં ઉંચા અવાજે ગીતો વગાડવાની ના પાડતા યુવાનની હત્યાનો પ્રયાસ

ટ્રેકટરમાં ઉંચા અવાજે ગીતો વગાડવાની ના પાડતા યુવાનની હત્યાનો પ્રયાસ

જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાંથી ઉંચા અવાજે ગીતો વગાડતા ટ્રેકટરમાં ગીતો વગાડવાની ના પાડતાં ચાર શખ્સોએ એકસંપ કરી યુવાન ઉપર તલવાર અને ધારિયા તથા લાકડી વડે જીવલેણ હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં રબારીપાડા વિસ્તારમાં વસવાટ કરતાં જયેશભાઇ વસતાભાઇ કોડિયાતર (ઉ.વ.29) નામના યુવાનના ઘર પાસેથી રાત્રિના સમયે ઉંચા અવાજે ટ્રેકટરોમાં ગીતો વગાડી નિકળતાં યુવાને ગીતો બંધ કરવા અથવા બીજા રસ્તેથી ટ્રેકટરો લઇ જવાનું કહેતાં થયેલી બોલાચાલીનો ખાર રાખી કમા ભીખા મકવાણા, ભીખા કમા મકવાણા, પાંચા કારા મકવાણા અને નારણ કારા મકવાણા નામના (રહે. વાનાવડ ગામ, તા. ભાણવડ) નામના ચાર શખ્સોએ એકસંપ કરી તલવાર, ધારિયા અને લાકડીઓ વડે ટ્રેકટરમાં આવીને જયેશના ઘરમાં ઘૂસી જઇ જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમજ જેમ ફાવે તેમ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી. જયેશ ઉપરના હુમલામાં છોડાવવા વચ્ચે પડેલા તેના માતાને પણ આડેધડ માર મારી ઇજા પહોંચાડી હતી.

હુમલામાં ઘવાયેલા માતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ એમ. એલ. ઓડેદરા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ જયેશના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular