Saturday, July 18, 2026
Homeરાજ્યજામનગરજામનગરનો યુવાન ડેમમાં ખાબકતા મૃત્યુ

જામનગરનો યુવાન ડેમમાં ખાબકતા મૃત્યુ

જામનગરમાં રહેતાં યુવાનનો ખળખંભાળિયા નજીક ડેમ પાસે પગ લપસી જતાં ડેમમાં ખાબકયો હતો. તેને સારવાર માટે ખસેડાયા બાદ તેનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરના 49, દિગ્વિજય પ્લોટ, નહેરૂનગર, શેરી નંબર 11 (એ), શંકર ટેકરીમાં રહેતો રાકેશ મહેન્દ્રભાઇ બગડા (ઉ.વ.21) નામનો યુવાન ગત્ તા. 12 જુલાઇના ખળખંભાળિયા ગામ બાજુ ફરવા ગયો હતો. આ દરમ્યાન ડેમ પાસે જતાં અકસ્માતે પગ લપસી પડતાં ડેમમાં ખાબકયો હતો. જેને સારવારઅર્થે લાલપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તા. 18ના તેમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પિતા મહેન્દ્રભાઇ માલાભાઇ બગડા દ્વારા લાલપુર પોલીસને જાણ કરતાં હે.કો. એમ. એન. જાડેજા તથા સ્ટાફ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular