જામનગર શહેરમાં દિવાળીના પર્વ દરમ્યાન શહેરીજનો શાંતિપૂર્ણ રીતે દિવાળીનું પર્વ ઉજવી શકે તે માટે પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
દિવાળીના તહેવારોને ઘ્યાનમાં રાખીને જામનગરમાં પોલીસ વિભાગ દ્વારા સલામતિ અને સાવચેતીના ભાગરૂપે ચેકિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા બસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, તહેવારો દરમ્યાન રેલવે અને એસટી બસ મારફતે મોટી સંખ્યામાં મુસાફરોની અવર-જવર રહેતી હોય છે. ત્યારે આ દરમ્યાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે હેતૂથી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. ચેકિંગ દરમ્યાન મુસાફરોના સામાન ઉપરાંત સ્ટેશનના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દિવાળીના તહેવારો દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને મુસાફરો સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે તે માટે તકેદારીના ભાગરૂપે ચેકિંગ કરવામાં આવ્યું હતું.
View this post on Instagram


