Thursday, November 5, 2026
Homeરાજ્યજામનગરજામ્યુકોની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં રૂા.35.40 કરોડના ખર્ચને મંજૂરી

જામ્યુકોની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં રૂા.35.40 કરોડના ખર્ચને મંજૂરી

જામનગર મહાનગરપાલિકા સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં કુલ રૂા.11.25 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. તેમજ રૂા.24.15 કરોડના ખર્ચને સૈધ્ધાંતિક સ્વીકાર કરાયો હતો. આમ કુલ રૂા.35.40 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ચેરમેન ધિરેનકુમાર મોનાણીના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં કુલ 11 સભ્યો ઉપરાંત મેયર મોનિકાબેન વ્યાસ, ડે. મેયર રાકેશભાઈ ડેર, કમિશનર દિપેશ કેડિઆ, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જીનિયર ભાવેશભાઈ જાની, આસી. કમિશનર (ટે) જીગ્નેશભાઈ નિર્મલ ઉપસ્થિત રહ્યા હતાં. બેઠકમાં વોર્ડ નંબર 15 ના ખાનગી સોસાયટીઓ, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં સીસી રોડ/સીસીબ્લોક માટે રૂા.200 લાખ, વોર્ડ નંબર-1,6 અને 7 માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ટ્રાફિક વર્કસના કામ માટે રૂા.6.76 લાખ, વોર્ડ નંબર-8,15 અને 16 માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ટ્રાફિક વર્કસના કામ માટે રૂા.6.22 લાખ, વોર્ડ નંબર-10,11 અને 12 માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ટ્રાફિક વર્કસના કામ માટે રૂા.7 લાખ, વોર્ડ નંબર-1,6 અને 7 માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન  ઓફ ગાર્ડન વર્કસના કામ માટે રૂા.6.90 લાખ, વોર્ડ નંબર-5,9,13 અને 14 માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગાર્ડન વર્કસના કામ માટે રૂા.6 લાખ, વોર્ડ નંબર-8,15 અને 16 માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગાર્ડન વર્કસના કામ માટે રૂા.5 લાખ, વોર્ડ નંબર-8,15, અને 16માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના કામ માટે રૂા.15.15 લાખ, વોર્ડ નંબર-10,11 અને 12 માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના કામ માટે રૂા.16.50 લાખ, વોર્ડ નંબર-5, 9, 13 અને 14 માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ બિલ્ડિંગ વર્કસના કામ માટે રૂા.21 લાખ, વોર્ડ નંબર-10,11 અને 12 માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ બિલ્ડિંગ વર્કસના કામ માટે રૂા.5.30 લાખના ખર્ચને મંજૂરી અપાઇ છે.

આ ઉપરાંત વોર્ડ નંબર-5, 9, 13 અને 14 માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ રોડ વર્કસના કામ માટે રૂા.21.52 લાખ, વોર્ડ નંબર-10,11, અને 12 માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ કેનાલ બ્રિજ વર્કસના કામ માટે રૂા.7.37 લાખ, વોર્ડ નંબર 9,10,11 અને 12 માં ભૂગર્ભ ગટરની ફરિયાદો આધારિત સફાઈ કામગીરી અંગે રૂા.241.37 લાખ, વોર્ડ નંબર-6,7,8 માં ભૂગર્ભ ગટરની ફરિયાદ આધારિત સફાઈ માટે રૂા.131.98 લાખ, વોર્ડ નંબર-13, 14, 15, 16 માં ભૂગર્ભ ગટરની ફરિયાદો આધારિત સફાઈ કામગીરી માટે રૂા.220.15 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. ટુ ડીઝાઈન, મેન્યુફેકચર, સપ્લાય એન્ડ ડીલીવરી 1000 લીટર કેપીસીટી જેટીંગ મશીન ઓન સુટેબલ ચેસીસ એસપર ટેકનિકલ સ્પેશિફિકેશન જામનગર મહાનગરપાલિકા વર્ષ 2026/27 ના કામ અંગે રૂા. 66.10 લાખ, ખીજડિયા, પમ્પ હાઉસ તથા જ્ઞાનગંગા ફીલ્ટર પ્લાન્ટ, ઉંડ-1 ડેમ, સસોઇ ડેમ, આજી-3 ડેમ ખાતે માનવ શક્તિ પુરી પાડીને કોમ્પ્રોહેન્સીવ ધોરણે રાઉન્ડ ધ કલોક ઇલેકટ્રો મીકેનીકલ મશીનરીઝનું ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સના કામ અંગે રૂા.55.44 લાખ, શહેર ઝોન-2માં ડીઆઈ પાઇપલાઈન નાખવા રૂા.80.41 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.

- Advertisement -

ત્રણ યુસીએચસી માટે માઈક્રોસ્કોપની ખરીદી માટે રૂા.2.19 લાખનો ખર્ચ સ્વભંડોળ હેઠળ તથા ત્રણ યુસીએચસી માટે ઓક્સિજન કંશનટ્રેટરની ખરીદી માટે રૂા.3.02 લાખનો ખર્ચ સ્વભંડોળ હેઠળ મંજૂર કરાયો હતો. શહેરના મોરકંડા ગામ તરફના નાગમતિ નદી પરના હૈયાત કોઝવેને ડીમોલીશન કરી ફોરલેન રિવરબ્રીજ બનાવવાના કામ અંગે રૂા.2415 લાખના કામનો સૈધ્ધાંતિક સ્વીકાર કરાયો હતો. પીએન માર્ગથી કસ્તુરબા વિકાસ ગૃહ થઇ નવાગામ ઘેડવાળા ડી પી રસ્તાને જોડતો 18 મીટર પહોળો ડીપી રોડ તથા શહેરની ટ્રાફિક સમસ્યા નિવારવા ખાનગી ટ્રાવેલ્સ તથા ખાનગી કંપનીની બસો કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં પાર્કિંગ કરવા સૈધ્ધાંતિક સ્વીકાર કરાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular