જામનગરના અજીતસિંહજી ક્રિકેટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી એસ.જી.એફ.આઈ. (SGFI) કુરાશ ફાઇટ સ્પર્ધામાં જામનગરની દીકરીએ સુવર્ણ સફળતા મેળવીને શહેરનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધામાં અન્ડર-14 ગર્લ્સ (-40 કિગ્રા) વજન વર્ગમાં દેવાંશી પાગડાએ પોતાની શાનદાર અને આક્રમક રમતનું પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવી પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. દેવાંશીની રમતગમત ક્ષેત્રે નાની ઉંમરે મેળવેલી આ મોટી ઉપલબ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.
આ સુવર્ણ સફળતા બદલ શાળાના આચાર્ય, સમગ્ર શિક્ષકગણ, સ્પોર્ટ્સ કોચ, વાલીઓ તેમજ જામનગરના રમતપ્રેમીઓએ દેવાંશીને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે અને તે ભવિષ્યમાં પણ આવી જ રીતે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકે તેવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.


