Wednesday, July 15, 2026
Homeરાજ્યહાલારપાયલોટીંગ સાથે દારૂ લઇને નીકળેલો શખ્સ ઝડપાયો

પાયલોટીંગ સાથે દારૂ લઇને નીકળેલો શખ્સ ઝડપાયો

ભાણવડ તાલુકાના પાછતરડી ગામમાં રહેતાં એક શખ્સે ટીવીએસ મોટર સાયકલ પર દારૂની હેરફેર કરતાં પોલીસે તપાસ દરમ્યાન ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરમ્યાન પાયલોટીંગ કરી રહેલા અન્ય એક શખ્સને પણ ઝડપી લીધો હતો.

- Advertisement -

દારૂના દરોડાની વિગત મુજબ ભાણવડ તાલુકાના પાછતરડી ગામે રહેતા માંડા કરમણ હૂણ (ઉ.વ. 22) નામના શખ્સને રૂ. 30,000ની કિંમતના 150 લીટર દેશી દારૂના જથ્થાને લઈને ટીવીએસ મોટરસાયકલ પર નીકળતા પોલીસે ઝડપી લીધો હતો. આ શખ્સ માટે અન્ય એક આરોપી એવા આ જ ગામના રહીશ અમરા કરમણ હૂણ (ઉ.વ. 21) દ્વારા અન્ય મોટરસાયકલ મારફતે પાયલોટિંગ કરવામાં આવતું હતું. પોલીસે ઉપરોક્ત બંને શખ્સોને દારૂ, બાઈક, મોટરસાયકલ અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 1,20,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ બનાવમાં સપ્લાય તરીકે ભાણવડ તાલુકાના ધામણીનેસ ગામે રહેતા રામા ઉર્ફે રામુડી ભુરાભાઈ રબારી નામના શખ્સનું નામ ખુલવા પામ્યું છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular