જામનગર-ધ્રોલ હાઇવે પર ખાણ ખનિજ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાતા ટીમે 6 ટ્રક ગેરકાયદેસર ખનિજનું વહન કરતાં ઝડપી લઇ રૂા. 2 કરોડનો મુદામાલ કબ્જે કરી પોલીસને સોંપી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લામાં ખનિજનું ગેરકાયદેસર ખનન કરી વહન કરતાં વાહનો ઉપર જામનગર ખાણ ખનિજ વિભાગ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાણ ખનિજ વિભાગના નૈતિક કણજારિયા તથા ટીમ દ્વારા જામનગર-ધ્રોલ ધોરીમાર્ગ પર ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચેકિંગ દરમ્યાન પસાર થતાં સાગર અરવિંદ ચંદ્રપાલ જીજે10 ટીવાય 5222 નંબરના ટ્રકમાં રોયલ્ટી પાસ કરતાં વધુ બ્લેકટ્રેપ ખનિજ મળી આવ્યું હતું. તેમજ જયદીપ દિલીપ ચાંદ્રાની માલિકીના જીજે10 ટીવાય 9463 નંબરના ટ્રકમાં સાદી રેતી ખનિજનું ગેરકાયદેસ વહન તથા રમેશ વજેસંગ ઝાલાની માલિકીના જીજે10 ટીવાય 9270 નંબરના ટ્રકમાં સાદી રેતી ખનિજનું ગેરકાયદેસર વહન તથા વિશાલ હસમુખ વાસાણીની માલિકીના એમએચ48 ડીસી 2629 નંબરના ટ્રકમાં સાદી રેતી ખનિજનું ગેરકાયદેસર વહન, જીતેન્દ્ર માલદે ભૂતિયાની માલિકીના જીજે10 ટીવાય 5310 નંબરના ટ્રકમાં સાદી રેતી ખનિજનું ગેરકાયદેસર વહન, ઇન્ડીયન ક્ધસ્ટ્રક્શન નામની કંપનીની માલિકીના જીજે10 ટીવાય 7468 નંબરના ટ્રકમાં સાદી રેતી ખનિજનું ગેરકાયદેસર વહન કરતાં રૂા. 2.1 કરોડની કિંમતના 6 ટ્રકો ઝડપી લઇ પોલીસને સોંપી આપી આગળની તપાસ આદરી હતી.


