ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના હોદેદારો જાહેર કરવામાં આવ્યા છે જેમાં જામનગરના બે મહિલા અગ્રણીઓને સ્થાન મળતા જામનગરનું ગૌરવ વઘ્યુ છે. બન્ને મહિલાઓને ભાજપાના અગ્રણીઓ સહિતના દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્મા અને પ્રદેશ મોવડી મંડળ સાથે ચર્ચા વિચારણા કરી ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રદેશ અઘ્યક્ષા અંજુબેન વેકરીયા દ્વારા પ્રદેશ મહિલા મોરચાના પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં પ્રદેશ ભાજપ મહિલા મોરચા ઉપાઘ્યક્ષ તરીકે એકતાબા સોઢાની નિમણુંક કરવામાં આવી છે. જેઓ જામનગરમાં વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા છે તેમજ અનેક સેવાકાર્યોમાં અગ્રેસર રહે છે.
આ ઉપરાંત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના કારોબારી સભ્યમાં જામનગરના મહિલા ભાજપના અગ્રેસર ભાવીશાબેન ધોળકિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાવીશાબેન જામનગરના વોર્ડ નં.4માં મહિલા મોરચાના પ્રમુખ, વોર્ડ નં.2માં ઉપપ્રમુખ, શહેર મહિલા મોરચાના મંત્રી, શહેર સંગઠનમાં મંત્રી તથા વોર્ડ નં.4માં પ્રભારી સહિતની જવાબદારી સંભાળી છે અને હવે પ્રદેશ ભાજપના મહિલા મોરચામાં જવાબદારી સંભાળશે. જામનગરના બે મહિલાઓ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના રચનાબેન મોટાણીને પણ પ્રદેશ કોષાઘ્યક્ષ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ નવનિયુકત હોદેદારોને શહેર ભાજપના હોદેદારો, અગ્રણીઓ સહિતનાઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.


