જામનગર-રાજકોટ હાઇવે પર ફલ્લા ગામ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે દોડી આવેલી બેકાબુ કારે રોડ ક્રોસ કરી રહેલી મહિલાને અડફેટે લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, કંચનબેન નારણભાઈ ઘમસાણીયા રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પુરઝડપે આવેલી કાર તેમની સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મહિલા ફૂટબોલની જેમ હવામાં અનેક ફૂટ સુધી ઉછળી ગયા હતા.
આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. અકસ્માતના દૃશ્યો જોઈ લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.
View this post on Instagram
અકસ્માતમાં કંચનબેનને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.


