જામનગરની વેપારી સંસ્થા ધી સીડ્સ એન્ડ ગે્રઇન મરચન્ટ એસોસિએશન દ્વારા વરૂણ દેવને રીઝવવા અને અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ ગૌસેવાઅર્થે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભંડારા અંતર્ગત જામનગરની જુદી જુદી ગૌશાળાઓમાં આશરે 7 હજાર નંગ ઘઉંના લાડુ બનાવીને ગૌમાતાને ખવડાવવામાં આવશે. આ સાથે જ ગ્રેઇન માર્કેટના શ્રમિક ભાઇઓને પ્રસાદરૂપે વિતરણ કરવા માટે 1500 નંગ બુંદીના લાડુ બનાવવામાં આવ્યા છે. જેનું વિતરણ આવતીકાલે કરવામાં આવશે.
આ ભંડારામાં લાડુ બનાવવા માટે 700 કિલો ઘઉંનો લોટ, 500 કિ.ગ્રા. દેશી ગોળ, 150 કિલો તેલ, 80 કિ.ગ્રામ ચણાનો લોટ સહિતની સામગ્રીનો ઉપયોગ કરી શહેરમાં 15 જેટલા સ્થળો પર ગાયોને લાડુ ખવડાવવામાં આવશે. જમાં આણદાબાવા ગૌશાળા-ઢીંચડા, આણંદબાવા ગૌશાળા-ધોરીવાવ, વચ્છરાજ ગૌશાળા-નાગના, મોટી હવેલી, વિક્ટોરિયા પુલ, મોટી હવેલી ગામવિસ્તાર, જલારામ મંદિર-હાપા, કબીર આશ્રમ, પ્રણામી મંદિર ગૌશાળા, પાંજરાપોળ લીમડાલાઇન, કાશી વિશ્ર્વનાથ મહાદેવ મંદિર, ખીજડિયા બાયપાસ, સરૂ સેકશન રોડ, અંબિકા ડેરી સામે, ખોડિયાર કોલોની ગૌશાળા, જૂના રેલવે સ્ટેશન પાસે, દરેડ ગૌશાળા, મહાપ્રભુજીની બેઠક સામે વિગેરે સ્થળો પર તેમજ અન્ય વિસ્તારોમાં વિચરતી ગાયો માટે લાડુ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરી બનાવવાની સેવા કાશી વિશ્ર્વનાથ મહાદેવ મંદિર રોડ સામે આવેલી દયાશંકર બ્રહ્મપુરીની વાડી ખાતે રાખવામાં આવી હતી.
View this post on Instagram
આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ લક્ષ્મીદાસભાઇ રાયઠઠ્ઠા, પ્રમુખ દેવેન્દ્રભાઇ પાબારી, માનદ્ મંત્રી ઋષિ અશોકકુમાર પાબારી, પૂર્વ પ્રમુખ જિતેન્દ્રભાઇ એચ. લાલ, કારોબારી સભ્યો વિશાલભાઇ મહેતા, પરેશભાઇ મહેતા, અરવિંદભાઇ મહેતા, કિશોરપરી ગોસાઇ તથા અન્ય હોદ્દેદારો અને માર્કેટના મનોજભાઇ અમલાણીનો સહયોગ મળ્યો હતો. આ તકે શહેરના વેપારીઓ ભાઇઓ તથા ઓઇલ મિલર્સ એસોસિએશન સંસ્થાનો આભાર વ્યક્ત કરાયો હતો.


