Thursday, July 9, 2026
Homeરાજ્યજામનગરઆશવર્કર બહેનોના પડતર પ્રશ્નોનો લઇ આવેદનપત્ર પાઠવાયું - VIDEO

આશવર્કર બહેનોના પડતર પ્રશ્નોનો લઇ આવેદનપત્ર પાઠવાયું – VIDEO

અખિલ ભારતીય આશા કર્મચારી મહાસંઘ દ્વારા રજૂઆત

આશાવર્કર બહેનોના પડતર પ્રશ્નોનોને લઇ અખિલ ભારતીય આશા કર્મચારી મહાસંઘના નેજા હેઠળ કલેક્ટર મારફત વડાપ્રધાન, કેન્દ્રિય આરોગ્ય મંત્રી તથા રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી અને પડતર પ્રશ્નોનોના નિરાકરણની માંગણી કરવામાં આવી છે.

- Advertisement -

અખિલ ભારતીય આશા કર્મચારી મહાસંઘ (ભારતીય મજદૂર સંઘ)ના જણાવ્યા અનુસાર તાજેતરમાં પુણે ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કાર્યસમિતિની બેઠકમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી આવેલા હોદ્દેદારોએ આશા કર્મચારીઓના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. અગાઉ 7 ઓક્ટોબર, 2025ના રોજ પણ દેશભરના જિલ્લા મથકો ખાતે એક દિવસીય ધરણા-પ્રદર્શન કરીને માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. તેમ છતાં આજદિન સુધી પ્રશ્નોનું સંતોષકારક નિરાકરણ ન આવતા ફરીથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આશા વર્કર બહેનોએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે, આશા કર્મચારીઓની લાંબા સમયથી બાકી રહેલી માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તેમજ તેમના હિતમાં યોગ્ય અને સકારાત્મક નિર્ણય લેવામાં આવે.

- Advertisement -

જેઓની મુખ્ય માંગણીઓમાં આશા કર્મચારીઓના પડતર પ્રશ્ર્નોનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે. આશા યોજના હેઠળ કાર્યરત કર્મચારીઓને યોગ્ય વેતન અને સેવાકીય સુરક્ષા આપવામાં આવે. અગાઉ રજૂ કરાયેલા માંગપત્ર પર વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે., આશા કર્મચારીઓના હિતમાં સ્થાયી અને કલ્યાણકારી નીતિઓ અમલમાં મુકવામાં આવે. મહાસંઘના હોદ્દેદારો તથા આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular