જામનગરના બૂટલેગર વિરૂદ્ધ પાસાનું શસ્ત્ર ઉગામી જામનગર જિલ્લા પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી જેલહવાલે કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે અસામાજિક પ્રવૃત્તિ કરતા શખ્સો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સૂચના અન્વયે પીઆઇ વી. બી. ચૌધરી, પીએસઆઇ એમ. વી. ભાટિયા તથા શરદભાઇ પરમાર, હિરેનભાઇ વરણવા, સુરેશભાઇ માલકિયા દ્વારા યશપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજા વિરૂદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા પોલીસવડા મારફત જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી.
તેને ધ્યાનમાં લઇ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બૂટલેગર યશપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજા (રહે. ગાંધીનગર, મચ્છરનગર, શેરી નંબર 4, ગંગેશ્ર્વર મહાદેવ મંદિર પાસે, જામનગર) વિરૂદ્ધ પાસા વોરંટ ઇસ્યૂ કર્યું હતું. જે પાસા વોરન્ટની બજવણી પીએસઆઇ એમ. વી. ભાટિયા દ્વારા કરાતા એલસીબીના પીઆઈ વી. બી. ચૌધરી, પીએસઆઇ એમ.વી. ભાટિયા તથા સ્ટાફના હિરેનભાઇ વરણવા, શરદભાઇ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ઋષિરાજસિંહ વાળા સહિતના સ્ટાફએ આરોપીને ઝડપી લઇ જેલહવાલે મોકલવા તજવીજ હાથ ધરી હતી.


