જામનગર શહેરના માધવબાગ વિસ્તારમાં આવેલા મંદિરમાં થયેલી રોકડ રકમની ચોરીના બનાવમાં પોલીસે શખ્સને ઝડપી લઇ રોકડ રકમ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના માધવબાગ-1, શેરી નંબર 6માં આવેલા માધેશ્ર્વર મહાદેવ મંદિરમાં રાત્રિના સમયે અજાણ્યા તસ્કરે મંદિરની દીવાલ ટપી પ્રવેશ કરી દાનપેટીનું તાળું તોડી તેમાંથી રૂા. 15 હજારની રોકડ રકમ ચોરી કરી ગયાની ફરિયાદ મંદિરના પૂજારી કેશવદાસ કાપડી દ્વારા કરવામાં આવી હતી. આ ચોરીના બનાવમાં સંડોવાયેલા તસ્કર અંગે હે.કો. ખીમશીભાઇ ડાંગર, હર્ષદભાઇ પરમાર, પો.કો. હોમદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઇ એન. બી. ડાભી, પીએસઆઇ વી.એ. પરમાર, એએસઆઇ યશપાલસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા, રાજેશભાઇ બથવાર, હે. કો. યુવરાજસિંહ જાડેજા, ખીમશીભાઇ ડાંગર, શિવભદ્રસિંહ જાડેજા, હર્ષદભાઇ પરમાર, મહાવીરસિંહ જાડેજા, ફૈઝલભાઇ ચાવડા, પો.કો. વનરાજભાઇ ખવડ, સોમાભાઇ મોરી, હોમદેવસિંહ જાડેજા, કૃષ્ણપાલસિંહ જાડેજા, હાર્દિકભાઇ ગાગિયા, જયપાલસિંહ ડોડિયા સહિતના સ્ટાફએ વોચ ગોઠવી હતી.
વોચ દરમ્યાન જામનગરના રોઝી પેટ્રોલપંપથી જનતા ફાટક તરફ જવાના માર્ગ પરથી પસાર થતાં રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજિયો ચતૂરસિંહ સોલંકી (રહે. ગોકુલનગર, વિજયનગર, જામનગર) નામના શખ્સને ઝડપી લઇ આંતરીને તલાશી લેતાં તેની પાસેથી રૂપિયા 9559ની રોકડ રકમ અને સિક્કાઓ મળી આવતાં પોલીસે દબોચી લઇ ચોરીનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


