જામનગર વસવાટ કરતા બીમલ અભેચંદભાઇ મહેતા અને જતીનભાઇ મહેશકુમાર મહેતા બંને વચ્ચે મીત્રતાનો સંબંધ હોય, જેથી ફરીયાદી બીમલભાઇ અભેચંદભાઇ મહેતા પાસેથી આરોપી જતીનભાઇ મહેશકુમાર મહેતાએ 5 લાખ ધંધાના વીકાસ માટે લીધા હતાં. જે રકમની પરત ચૂકવણી માટે આરોપીએ તેમના ખાતાનો ચેક આપ્યો હતો તે ચેક મુદત તારીખે ફરીયાદીએ પોતાના ખાતામાં જમા કરાવતા ચેક અપુરતા ભંડોળના કારણે પરત ર્ફો હતો જથી ફરીયાદીએ આરોપી જમીનભાઇ મહેશકુમાર મહેતાને કાનુની નોટીસ આપી હતી તે નોટીસનો પણ આરોપીએ ઉડાઉ જવા આપ્યો હતો. જેથી અદાલતમાં આરોપી સામે ચેક રીર્ટનની ફરીયાદ કરી હતી. જેમાં અદાલતે તમામ દલીલો અને રેકર્ડ ઘ્યાને લઇ અને ફરીયાદી બિમલ અભેચંદ મહેતા તરફે થયેલ રજુઆતો માન્ય રાખી અને આરોપી જતીન મહેશકુમાર મહેતાને 2 વર્ષની સજા અને ફરીયાદીને 5 લાખની તેમની કાયદેસરની લેણી રકમ વળતર તરીકે ચૂકવવા માટેનો હુકમ કર્યા હતો. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઇ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોલિ, રજનીકાંત આર. નાખવા, નિતેશ જી. મુછડીયા તેમજ કરણ કે. પટેલ રોકાયેલા હતાં.


