ભાણવડ તાલુકાના મેવાસા ગામમાં રહેતાં વૃદ્ધાએ અકળ કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવારઅર્થે ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.
આ બનાવની વિગત મુજબ ભાણવડ તાલુકાના મેવાસા ગામે રહેતા હેમીબેન હરદાસભાઈ ભીંભા (ઉ.વ. 70) નામના મહિલાએ ગત્ તારીખ 15 જૂનના રોજ પોતાની વાડીએ ગળાફાંસો ખાઈ લેતા તેમને સૌપ્રથમ ભાણવડની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ત્યાર બાદ તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગુરુવારે સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણના આધારે ભાણવડ પોલીસએ આત્મહત્યાનું કારણ જાણવા સહિતની તપાસ હાથ ધરી હતી.


