Saturday, June 27, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કલાત્મક તાજિયાઓનું ઝુલુસ - VIDEO

જામનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કલાત્મક તાજિયાઓનું ઝુલુસ – VIDEO

જામનગરમાં મુસ્લિમોના પર્વ મહોર્રમ નિમિત્તે ગઇકાલે તાજિયાનું જુલુસ યોજાયું હતું. ગુરૂવારે કલાત્મક તાજિયા પડમાં આવ્યા બાદ ગઇકાલે તાજિયાનું જુલુસ નિકળ્યું હતું. સૌપ્રથમ ચાંદીના તાજિયા બાદ વિવિધ કલાત્મક તાજિયાઓ જોવા મળ્યા હતાં. કરબલાના શહીદોને યાદ કરી મુસ્લિમો દ્વારા માતમનું પર્વ મહોર્રમ મનાવવામાં આવે છે. માતમના આ તહેવાર નિમિત્તે છેલ્લા દસ દિવસથી મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ આયોજનો થતાં હતા.

- Advertisement -

આકર્ષક કલાત્મક તાજિયાઓ બનાવાયા હતાં. ગુરૂવારે તાજિયા પડમાં આવ્યા બાદ ગઇકાલે વિશાળ જુલુસ યોજાયું હતું. જેમાં મુસ્લિમ ભાઇઓ-બહેનો વિશાળ સંખ્યામાં જોડાયા હતાં. જામનગરમાં દરબારગઢ, બેડી સહિતના વિસ્તારોમાં યોજાયેલ તાજિયાના જુલુસમાં પોલીસે ચાંપતો બંદબોસ્ત ગોઠવ્યો હતો. ખુદ રાજકોટ રેન્જ આઇજીએ પણ પેટ્રોલિંગ કરી નિરીક્ષણ કર્યું હતું. દરબારગઢ સર્કલ પાસે તાજિયાનું જુલુસ પહોંચતા સંખ્યાબંધ કલાત્મક તાજિયાઓ કતારબદ્ધ જોવા મળ્યાં હતા.

- Advertisement -

ખાસ કરીને રાત્રિનો સમય હોય રોશનીનો ઝગમગાટ પણ હોય ડ્રોન કેમેરામાં અદ્ભૂત દ્રશ્યો જોવા મળ્યા હતાં. વિશાળ જનમેદની વચ્ચે દરબારગઢ સર્કલમાં તાજિયાઓની કતારથી નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular