Wednesday, June 10, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં ટ્રેઇન સાથે અથડાતા વૃદ્ધનું મોત

જામનગરમાં ટ્રેઇન સાથે અથડાતા વૃદ્ધનું મોત

જામનગર શહેરના અંધાશ્રમ આવાસ પાસેના રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેઇન સાથે અથડાતા અજાણ્યા વૃદ્ધનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં અંધાશ્રમ આવાસ પાસે આવેલા રેલવે પોલ 830/18 થી 830/20 વચ્ચેના ગાળામાંથી ગઇકાલે બપોરના સમયે પસાર થતી ટ્રેઇન સાથે 60 વર્ષના અજાણ્યા વૃદ્ધ ભટકાતા શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચતા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. આ અંગે રેલવે ગેટમેન અરુણકુમાર દ્વારા જાણ કરવામાં આવતા પીએસઆઇ આર. એલ. કંડોરિયા તથા સ્ટાફએ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular