જામનગરના કાલાવડના મોટા વડાળા ગામની સીમમાં આવેલા ખેતરમાં રહેણાંક મકાનની બહાર જાહેરમાં દારૂની મહેફીલ માણતા 6 શખ્સોને ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામની સીમમાં આવેલી વજુભાઇ બાસીડાના કબ્જા ભોગવટાની વાડીએ રહેણાંક મકાનની બહાર જાહેરમાં ઇંગ્લીશ દારૂની મહેફીલ ચાલતી હોવાની બાતમીના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસે રેઇડ દરમિયાન સુરેશ ગોવિંદ કપુરીયા, ચીરાગ સુરેશ કપુરીયા, દિનેશ દેસુર કપુરીયા, રવીરાજસિંહ જીલુભા સોલંકી, દિવ્યરાજસિંહ ચંદ્રસિંહ રેવર, મનોજ વિરજી ગોંડલીયા નામના 6 શખ્સોને રૂા.200ની કિંમતના 400 એમએલ ઇંગ્લીશ દારૂની મહેફીલ માણતા ઝડપી લઇ ગુન્હો નોંધી આગળની તપાસ આરંભી હતી.


