જામનગર દલિત સમાજ દ્વારા સોમવારે લાલ બંગલા સર્કલ ખાતે સરકારની બેદરકારીને ઉજાગર કરનારના અવાજને દબાવવાના પ્રયાસોના વિરોધમાં ધરણાં કરવામાં આવ્યા હતા. જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં દારૂ ભરેલી કાર દીવાલ સાથે અથડાયા બાદ ચાલક નાશી ગયો હતો. ત્યારબાદ આ અંગે દેવરાજ ગોહિલ અને ગ્રામજનો દ્વારા વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. આ વિડિયો વાયરલ થયા બાદ દેવરાજ ગોહિલ વિરૂદ્ધ લૂંટ અને પોલીસકર્મીને માર માર્યાની ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને લઇ દલિત સમાજ દ્વારા વિરોધ કરાઇ રહ્યો છે. આ અંગે અગાઉ આવેદનપત્ર પાઠવવામાં આવ્યા બાદ સોમવારે દલિત સમાજ દ્વારા લાલ બંગલા સર્કલ ખાતે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સરકારની બેદરકારીને જનતા સમક્ષ ઉજાગર કરનારના અવાજને દબાવવાનો પ્રયાસ થતો હોવાનો આક્ષેપ કરાયો હતો.
View this post on Instagram


