જામનગર સહિત હાલાર પંથકમાં હાલમાં હિન્દુ ધર્મના પાવન પવિત્ર એવા પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસની પ્રતિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. જામનગર શહેરના અનેક કૃષ્ણ મંદિરોમાં ધર્મમય માહોલ છવાયો છે. જામનગર શહેરના માધવરાય મંદિર, હવેલી, પુરુષોત્તમજીના મંદિર સહિતના વિવિધ મંદિરોમાં શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત દરરોજ ધ્વજારોહણ, મનોરથ, કથા સહિતના અનેકવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. તદુપરાંત મંદિરોમાં દરરોજ આકર્ષક શૃંગાર તેમજ અલૌકિક દર્શન યોજાઇ રહ્યા છે. જામનગરમાં રણજીત રોડ ઉપર આવેલ ચૌહાણ ફળી ખવાસ જ્ઞાતિ સંચાલિત ભગવાન પુરુષોત્તમજીના મંદિરે પણ વિવિધ ધાર્મિક કાર્ય અને અવનવા શણગાર દર્શન યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત આજરોજ નાગ દમનના અલૌકિક દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેનો ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
View this post on Instagram


