જામનગર શહેરના કિશાન ચોકમાં અગાઉની બોલાચાલીનું મનદુ:ખ રાખી એક યુવાનને ચાર શખ્સોએ ગાળો કાઢી ઢીકાપાટુનો માર માર્યાના બનાવમાં પોલીસે ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ બનાવની મળતી વિગત મુજબ જામનગરના કિશાન ચોકમાં રહેતાં અને ફિલ્ટર પાણીનો વ્યવસાય કરતાં સાગર દિલીપભાઇ ગજરા નામના યુવાન સાથે અગાઉની બોલાચાલી અને ઝઘડાનો ખાર રાખી ગુરૂવારે સવારના સમયે મહેશ ધર્મેન્દ્ર વશિયર, કિશન મહેશ વશિયર, હરિશ મનસુખ ભદ્રા અને રાજુ ધર્મેન્દ્ર વશિયર નામના ચાર શખસોએ ગઇકાલે સાંજે સાગર સીગરેટ પીવા જતાં આ શખ્સોએ ત્યાં આવી સાગરને ગાળો કાઢી હતી અને ફડાકા ઝિંકી ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડયાના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે હે.કો. એમ. આર. પરમાર તથા સ્ટાફએ સાગરના નિવેદનના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


