મધ્યપ્રદેશ રાજ્યના જાંબવા જિલ્લાના રાણાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટના ગુનાનો મુખ્ય સૂત્રધાર જામજોધપુર તાલુકાના ગોરખડી ગામની સીમમાંથી પેરોલ ફર્લો સ્કવોડએ દબોચી લઇ મધ્યપ્રદેશ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના રાણાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2026ના લૂંટના ગુનાનો મુખ્ય સૂત્રધાર મુકેશ રમણ મોહનિયા નામનો શખ્સ જામજોધપુર પંથકમાં રહેતો હોવાની સલીમભાઇ નોઇડા, ગોવિંદભાઇ ભરવાડ, હાર્દિકભાઇ ભટ્ટ, દિલીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી એલસીબી પીઆઇ વી. બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એન. વી. ભાટિયા, એએસઆઇ ગોવિંદભાઇ ભરવાડ, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોઇડા, સુરેશભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહિપાલભાઇ સાદિયા, હાર્દિકભાઇ ભટ્ટ, પો.કો. દિલીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, એલસીબી હે.કો. નિર્મલસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફએ ગોરખડી ગામના સીમ વિસ્તારમાંથી મુકેશ મોહનિયા નામના લૂંટના મુખ્ય સૂત્રધારને દબોચી લઇ મધ્યપ્રદેશ પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.


