જામનગર જિલ્લાના મિઠોઇ ગામના પાટિયા પાસે રસ્તો ક્રોસ કરવા જતાં યુવાનને પુરપાટ બેફિકરાઇથી આવી રહેલી ઇકો કારના ચાલકે ઠોકર મારી હડફેટ લેતાં શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતા યુવાનનું મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હિટ એન્ડ રનના બનાવની વિગત મુજબ ઉત્તર પ્રદેશના પાતા ગામનો વતની અને હાલ જામનગર તાલુકાના સિક્કા ગામમાં રહેતો અને નોકરી કરતો પ્રશાંત રામનરેશ સવિતા (ઉ.વ.31) નામનો યુવાન સોમવારે જામનગર જિલ્લાના મિઠોઇ ગામના પાટિયા પાસેથી રસ્તો ક્રોસ કરતો હતો. તે દરમ્યાન પુરપાટ બેફિકરાઇથી આવી રહેલી જીજે37 એમ 1320 નંબરની મારૂતિ ઇકો કારના ચાલકે યુવાનને ઠોકર મારી હડફેટ લેતાં અકસ્માતમાં શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. દરમ્યાન ચાલક કાર લઇ પલાયન થઇ ગયો હતો. સારવાર દરમ્યાન પ્રશાંતનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના ભાઇ સુમિત કુમાર દ્વારા જાણ કરાતા હે.કો. આર. એન. થાનકી તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી નાશી ગયેલા કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.


