રાજપરાના શખ્સને પોલીસે દારૂની ચાર બોટલ સાથે ઝડપી લઇ તેની અટકાયત કરી હતી. પોલીસ પૂછપરછ દરમ્યાન તેણે આ જથ્થો નાગેશ્વર પેટ્રોલ પંપ પાછળ રહેતા શખ્સ પાસેથી મેળવ્યાનું ખુલતા પોલીસે તેની અટકાયત માટે કવાયત હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ દ્વારકા તાબેના રાજપરા ગામે રહેતા સાજાભા ઘુઘાભા માણેક (ઉ.વ. 27) નામના શખ્સને એલસીબી પોલીસે રૂ. 4,000ની કિંમતની વિદેશી દારૂની ચાર બોટલ તથા મોબાઇલ ફોન સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણના સપ્લાયર તરીકે નાગેશ્વર પેટ્રોલ પંપની પાછળ રહેતા રણમલભા સામળાભા સુમણીયા નામના શખ્સનું નામ ખુલવા પામ્યું છે. જે અંગે મીઠાપુર પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ ધરી છે.


