Wednesday, May 13, 2026
Homeરાજ્યહાલારદ્વારકા નજીક ટેમ્પો ટ્રાવેલરએ મોટરકારને હડફેટે લેતાં પ્રૌઢનું મોત

દ્વારકા નજીક ટેમ્પો ટ્રાવેલરએ મોટરકારને હડફેટે લેતાં પ્રૌઢનું મોત

ટેમ્પો ટ્રાવેલરનો ચાલક અકસ્માત સર્જી નાશી ગયો : અન્ય મુસાફરોને નાની-મોટી ઇજાઓ : પોલીસ દ્વારા ટેમ્પો ટ્રાવેલરના ચાલકની શોધખોળ

દ્વારકા – પોરબંદર માર્ગ પર સોમવારે પૂરપાટ જતા એક ટેમ્પો ટ્રાવેલરના ચાલકે આ માર્ગ પર એક મારુતિ ઈક્કો મોટરકારને અડફેટે લેતા આ કારમાં જઈ રહેલા એક પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું હતું.

- Advertisement -

આ સમગ્ર બનાવ અંગેની વિગત મુજબ ગત્ તા. 10ના જી.જે. 36 એ.આર. 3696 નંબરની ઈક્કો મોટરકારમાં શુભમભાઈ તથા તેમના પિતા રવિન્દ્રભાઈ, માતા રમાબેન તથા મોટી બહેન માનસી સાથે તેઓ દ્વારકા દર્શનાર્થે નીકળ્યા હતાં. આ દરમ્યાન સોમવારે દ્વારકા – પોરબંદર હાઈવે પર કુરંગા ગામના બ્રિજ નીચેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા ડી.ડી. 01 કે. 9021 નંબરના એક ટેમ્પો ટ્રાવેલરના ચાલકે તેમની ઈક્કો મોટરકાર સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેની મોટરકાર પલટી ખાઈ ગઈ હતી.

કારમાં પાછળની સીટ પર બેઠેલા રવિન્દ્રભાઈના હાથ તથા મોઢાનો ભાગ કચડાઈ ગયો હતો અને તેમને લોહીલોહાણ હાલતમાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે દ્વારકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ મોટરકારમાં જઈ રહેલા અન્ય મુસાફરોને પણ નાની-મોટી ઈજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. અકસ્માત બાદ ટેમ્પો ટ્રાવેલરનો ચાલક નાસી છૂટ્યો હતો.
આ બનાવ અંગે શુભમભાઇની ફરિયાદના આધારે પીઆઇ આર. એલ. ચોપડાએ ટેમ્પો ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular