Wednesday, May 13, 2026
Homeરાજ્યહાલારપરવાના વિનાના ડીઝલના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેતી દ્વારકા એલસીબી

પરવાના વિનાના ડીઝલના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેતી દ્વારકા એલસીબી

કલ્યાણપુરમાંથી 3 હજાર લીટર ડીઝલ સહિત કુલ રૂા. 3,20,000નો મુદામાલ કબ્જે : વેરાવળ તાલુકાના એક શખ્સની શોધખોળ

દ્વારકા એલસીબી પોલીસે કલ્યાણપુરના ગોજીનેશના પાટિયા પાસેથી એક શખ્સને પરવાના વિનાના ડીઝલના જથ્થા સાથે ઝડપી લીધો હતો. રેઇડ દરમ્યાન ત્રણ હજાર લીટર ડીઝલનો જથ્થો, જનરેટર, મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 3,20,000નો મુદામાલ કબ્જે કરાયો હતો.

- Advertisement -

આ દરોડાની વિગત મુજબ કલ્યાણપુર નજીકના પોરબંદર – દ્વારકા માર્ગ પર આવેલા ગોજીનેશ ગામના પાટીયા પાસે હોટલ નજીક ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામના મૂળ રહીશ અને હાલ દ્વારકા નજીક આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતા જીવા મુળાભાઈ કછોટ નામના શખ્સ દ્વારા સંગ્રહિત કરવામાં આવેલો ડીઝલનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.

પોલીસની કાર્યવાહીમાં શખ્સ દ્વારા સક્ષમ અધિકારીની પરવાનગી વગર જ્વલનશીલ પ્રવાહી રાખવા બાબતનું લાયસન્સ કે પરવાનો મેળવ્યા વગર તેમજ બિનસાલામત સ્થળે કોઈપણ પ્રકારની તકેદારી રાખ્યા વગર પોતાના કબજા ભોગવતાની ઓરડીમાં રાખેલો 3,000 લિટર ડીઝલનો જથ્થો કબજે લેવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે 2,70,000ની કિંમતના ડીઝલ ઉપરાંત વેચાણ કરવા ઉપયોગમાં લીધેલી નોઝલ, નળી, પંપ વિગેરે રૂ. 30,000નો મુદ્દામાલ તથા રૂપિયા 10,000 ની કિંમતનું એક જનરેટર અને રૂ. 10,000ની કિંમતનો એક મોબાઇલ ફોન તથા હિસાબની કાચી નોટબુક વિગેરે મળીને કુલ રૂ. 3,20,000નો મુદ્દામાલ કબજે કરી આરોપીની અટકાયત કરવામાં આવી હતી.
આ પ્રકરણમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાનો રહીશ ગોવિંદ સરમણ સોલંકી નામનો શખ્સ પણ સંડોવાયેલો હોવાનું જાહેર થયું છે. જેથી પોલીસે તેને હાલ ફરાર જાહેર કર્યો છે. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે બીએનએસ તથા આવશ્યક ચીજવસ્તુ ધારા એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular