Wednesday, May 13, 2026
Homeરાજ્યહાલારયુવતીની હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદ

યુવતીની હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદ

વર્ષ 2023માં લાલપુરના નાની રાફુદળ ગામે પથ્થર, ચાકુ ઝિંકી હત્યા થઇ હતી : રૂા. 15 હજારનો દંડ

વર્ષ 2023માં લાલપુરમાં નાની રાફુદળ ગામે યુવતીની ચાકુ ઝિંકી હત્યા નિપજાવ્યાના કેસમાં અદાલત દ્વારા આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને દંડ ફટકારવામાં આવ્યો હતો.

- Advertisement -

આ ચકચારી કેસની વિગત મુજબ તારીખ 5 એપ્રિલ 2023ના રોજ લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામે વાડીની ઓરડીમાંથી યુવતીની હત્યા થયેલી લાશ મળી આવી હતી. ભોગ બનેલી યુવતીના પિતા દ્વારા યુવતી સાથે કારખાનામાં કામ કરતા ભાવેશ રણછોડભાઇ સોનગરા (રે. રાફુદળ) સામે લાલપુર પોલીસ મથકમાં પોતાની યુવાન પુત્રીને પ્રેમજાળમાં ફસાવીને લઇ જઇને તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ માથામાં પથ્થર મારીને ગળામાં છરી ઝિંકીને હત્યા કરવાના આરોપ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઘટના બાદ નાસતા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ સેશન્સ એન્ડ પોકસોની ખાસ અદાલતમાં ચાલ્યો હતો.

આ કેસના સરકારી વકીલ દીપક ત્રિવેદીએ અદાલતમાંથી યુવતીના પિતાના મોબાઇલમાં યુવતી દ્વારા બોલાયેલા વાકયોની 3 ઓડીયો કલીપો મોકલી હતી. બનાવના સ્થળેથી આરોપી યુવકના લોહીવાળા કપડાં, લોહીવાળો પથ્થર, લોહીવાળુ ચાકુ તેમજ આધાર કાર્ડ, માર્કશીટો, રાજકોટમાં તેના સામે નોંધાયેલા યુવતીની હત્યાના કેસના ચૂકાદાની નકલ મળી આવ્યા હતાં. ઉપરાંત ફોરેન્સિક રિપોર્ટમાં પથ્થર, છરી, આરોપી યુવકના કપડા ઉપર લોહીના ડાઘ ભોગ બનેલી યુવતીના હોવાનું સામે આવ્યું છે. આરોપીનું મોબાઇલ લોકેશન પણ ઘટના સ્થળ સાથે મેચ થાય છે. આ ઉપરાંત અદાલતે 50 થી વધુ સાક્ષીઓને ચકાસ્યા હતાં. જે બાદ સેશન્સ એન્ડ પોકસોની ખાસ અદાલતે બન્ને પક્ષોની દલીલો સાંભળીને સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો ગ્રાહ્ય રાખીને સાંયોગિક અને અન્ય પુરાવાઓ ઉપરથી દુષ્કર્મનો નહીં માત્ર હત્યાનો ગુનો સાબિત માનીે આરોપીને આજીવન કેદ અને રૂા.15 હજારનો દંડ ફરમાવતો હુકમ કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular