Monday, May 11, 2026
Homeરાજ્યહાલારદરેડમાં ઓરડીમાંથી એલસીબીની ટીમે 636 પેટી દારૂ ઝડપી લીધો

દરેડમાં ઓરડીમાંથી એલસીબીની ટીમે 636 પેટી દારૂ ઝડપી લીધો

નિલકંઠ એસ્ટેટમાં ઓરડીમાં એલસીબીની દરોડો: રૂા.50 લાખની કિંમતની 7632 બોટલ દારૂ કબ્જે : બુટલેગરની શોધખોળ

જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી પ્રાઈવેટ ઝોનમાં આવેલા પ્લોટમાં રહેલી ઓરડીમાંથી એલસીબીની ટીમે રેઈડ દરમિયાન 7,632 બોટલ (636 પેટી) મળી કુલ રૂા.57 લાખનો મુદ્દામાલ કબ્જે કરી નાશી ગયેલા બુટલેગરની શોધખોળ આરંભી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પ્રાઈવેટ ઝોનમાં નિલકંઠ એસ્ટેટ શેરી નંબર-2 માં મહાવીરસિંહ દેવાજી જાડેજા (રહે. પ્રણામીનગર, રણજીતસાગર રોડ, જામનગર) વાળાના કબ્જાવાળા પ્લોટમાં રહેલી ઓરડીમાં મોટા જથ્થામાં દારૂનો જથ્થો ઉતર્યો હોવાની દિલીપભાઈ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, મયુરસિંહ પરમાર અને ઋષિરાજસિંહ વાળાને મળેલી બાતમીના આધારે આઈજી નિર્લિપ્ત રાયની સુચનાથી પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈનીના માર્ગદર્શન હેઠળ પીઆઈ વી. બી. ચૌધરી, પીએસઆઇ એમ. વી. ભાટિયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઈડ કરી હતી.

રેઈડ દરમિયાન એલસીબીની ટીમે ઓરડીમાં તલાસી લેતા તેમાંથી રૂા.57,02,859 ની કિંમતની 7,632 નંગ (636 પેટી) દારૂનો મોટો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી મહાવીરસિંહ દેવાજી જાડેજાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular