Saturday, May 9, 2026
Homeરાજ્યજામનગરસોમનાથ જવા નાયબ મુખ્યમંત્રીની ટ્રેન મુસાફરી - VIDEO

સોમનાથ જવા નાયબ મુખ્યમંત્રીની ટ્રેન મુસાફરી – VIDEO

જામનગરથી વેરાવળ સુધી સાદગીપૂર્ણ સફર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પૂર્વે તૈયારીઓની સમીક્ષા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રીની સ્થળ મુલાકાત, હવાઈ માર્ગનો વિકલ્પ ન મળતા ટ્રેનમાં કર્યો પ્રવાસ

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવનારા ગુજરાત પ્રવાસને લઈને રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન જ્યાં જ્યાં કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે, ત્યાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી દ્વારા સ્થળ પર પહોંચી સમીક્ષા અને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

વડોદરાની મુલાકાત પૂર્ણ કર્યા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હવાઈ માર્ગે જામનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે વડાપ્રધાનના રાત્રિ રોકાણને ધ્યાનમાં રાખીને વિવિધ સ્થળોની મુલાકાત લીધી અને અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી.

- Advertisement -

જામનગરમાં કાર્યક્રમોની તૈયારીનું નિરીક્ષણ પૂર્ણ કર્યા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ને સોમનાથ પહોંચવાનું હતું, પરંતુ મોડી રાત્રે હવાઈ માર્ગનો વિકલ્પ ઉપલબ્ધ ન હોવાથી તેમણે સાદગીપૂર્વક ટ્રેન મુસાફરી કરવાનો નિર્ણય લીધો. તેઓ ઓખા-સોમનાથ ટ્રેન મારફતે જામનગરથી વેરાવળ સુધીની મુસાફરી કરીને સોમનાથ પહોંચ્યા.

- Advertisement -

ટ્રેન આવવાની રાહ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ જામનગર રેલવે સ્ટેશન પર આશરે દસેક મિનિટ સમય વિતાવ્યો અને સામાન્ય મુસાફરોની જેમ ટ્રેનમાં પ્રવાસ કરી સાદગીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું.

વેરાવળ પહોંચ્યા બાદ તેમણે સોમનાથ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને વિવિધ સ્થળોની મુલાકાત લીધી, કામગીરીની સમીક્ષા કરી અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું.

રાજ્ય સરકાર વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને સફળ બનાવવા માટે તમામ સ્તરે તૈયારીમાં વ્યસ્ત છે, ત્યારે નાયબ મુખ્યમંત્રીની આ ટ્રેન મુસાફરી ચર્ચાનો વિષય બની છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular