વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જામનગર, સોમનાથ અને વડોદરા સહિતના શહેરોમાં વિવિધ કાર્યક્રમોની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જામનગરમાં વડાપ્રધાન માત્ર રાત્રિ રોકાણ કરશે, જેને લઈને શહેરમાં સુરક્ષા અને વ્યવસ્થાના ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યા છે.
વડાપ્રધાનના આગમન પૂર્વે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ તેમજ કાર્યક્રમ સ્થળોની તૈયારીઓને લઈને તંત્ર દ્વારા તડામાર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ તમામ તૈયારીઓની સમીક્ષા કરવા માટે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગર પહોંચ્યા હતા.
View this post on Instagram
જામનગર એરપોર્ટ પર તેમનું સ્વાગત સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, કલેકટર પરિમલ પંડ્યા, કમિશનર દિનેશ મોદી, આઈજી નિર્લિપ્ત રાય સહિતના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હર્ષ સંઘવીએ લાલ બંગલા સર્કલ ખાતે મુલાકાત લઈને તે સ્થળનું નિરીક્ષણ કર્યું જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનતાને અભિવાદન કરવા પહોંચવાના છે.
સ્થળ પર સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને જાહેર સુવિધાઓ અંગે અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. સાથે જ વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી.


