Friday, May 8, 2026
Homeરાજ્યગુજરાતસ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતી વખતે સલાયાનું જહાજ ડૂબતાં યુવાનનું મોત -...

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતી વખતે સલાયાનું જહાજ ડૂબતાં યુવાનનું મોત – VIDEO

ફાયરીંગ થતાં નુકશાનને કારણે દુર્ઘટના

સલાયાનું વહાણ MSV અલ ફૈઝે નૂરે સુલેમાની-1 7 મેના રોજ દુબઈથી જનરલ કાર્ગો ભરીને યમનના મુકાલા જઈ રહ્યું હતું. આ વહાણમાં એક ટંડેલ સહિત કુલ 18 ખલાસીઓ સવાર હતા. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતી વખતે ઈરાની અને યુએસ નેવી વચ્ચે ક્રોસ ફાયરિંગ શરૂ થયું હતું.

- Advertisement -

આ ફાયરિંગ દરમિયાન વહાણને ભારે નુકસાન થયું અને તે ડૂબવા લાગ્યું. વહાણમાં સવાર તમામ ખલાસીઓ અને ટંડેલે પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં એન્જિન રૂમમાં રહેલા સલાયાના અલ્તાફ તાલબ કેર નામના યુવાનને ગંભીર ઈજા થતા તેમનું મૃત્યુ થયું હતું.

- Advertisement -

બાકીના 17 ખલાસીઓને નજીકથી પસાર થઈ રહેલા અન્ય એક વહાણ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. આ ખલાસીઓ 8 મેના રોજ દુબઈ પોર્ટ પર પહોંચ્યા હતા. આ ઘટનાના સમાચાર સલાયા પહોંચતા વહાણવટી સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ સંબંધિત તંત્ર અને સરકારને આ બાબતે જાણ કરી છે. તેમણે મૃત્યુ પામેલા યુવાનની અંતિમ વિધિ માટે અને દુબઈ પહોંચેલા ખલાસીઓને સુરક્ષિત પરત લાવવા માટે માંગણી કરી છે. આ ઉપરાંત, મૃત્યુ પામેલા યુવાનના ડેથ સર્ટિફિકેટ અને અન્ય કાગળો માટે તાત્કાલિક કાર્યવાહી કરવા પણ અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular