Friday, May 8, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં વડાપ્રધાનના આગમન સમયે રસ્તો બંધ કરવા જાહેરનામુ

જામનગરમાં વડાપ્રધાનના આગમન સમયે રસ્તો બંધ કરવા જાહેરનામુ

આગામી તા.10-11/05/2026ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર જિલ્લાના પ્રવાસ કાર્યક્રમમાં પધારનાર હોય, આથી જામનગર શહેરના અમુક રૂટ પર કોઈ પણ જાતની અડચણ ઉભી ન થાય તે માટે તમામ પ્રકારના વાહનો માટે તા.10-11 મેના રોજ રસ્તો બંધ કરવા અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.એમ.કાથડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

- Advertisement -

જાહેરનામા મુજબ

1) સાત રસ્તા સર્કલથી ટાઉન હોલ સર્કલ સુધીનો માર્ગ
2) તુલસી હોટલથી લાલ બંગલા સર્કલ સુધીનો માર્ગ
3) તુલસી હોટલથી વિનુ માંકડ સર્કલ સુધીનો માર્ગ
4) મીગ કોલોનીથી ગવર્મેન્ટ કોલોની પાછળના રોડથી તળાવની પાળ સુધીનો માર્ગ
5) સુભાષ બ્રીજથી સંતોષી માતાના મંદિર સુધીનો ઓવરબ્રીજ ( આ માર્ગ પર તા.10/05/2026ના રોજ સાંજે 6:00 કલાકથી રાત્રીના 12:00 કલાક સુધી તથા તા.11/05/2026ના સવારે 5:00 કલાકથી સવારે 10:00 કલાક સુધી જ પ્રતિબંધ રહેશે.)

- Advertisement -

બંધ કરવામાં આવેલા રસ્તાઓના વૈકલ્પિક રસ્તાઓ તરીકે એસ.ટી.બેસ આવવા માટે રાજકોટ તરફથી આવતી બસો સુભાષ બ્રીજ પાસેના નવા ઓવરબ્રીજ ઉપર થઇ સાત રસ્તા સર્કલથી જુના એસ.ટી. બસ સ્ટેન્ડ, મીગ કોલોની થઇ નવા બસ સ્ટેન્ડ તરફ આવી શકશે. જવા માટેનો માર્ગ જેમાં એસ.ટી. બસ સ્ટેન્ડથી રાજકોટ તથા કાલાવડ તરફ જતી બસો એસ.ટી. બસ સ્ટેન્ડથી મીગ કોલોની થઇ જુના બસ સ્ટેન્ડ, સાત રસ્તા સર્કલના નવા ઓવરબ્રીજ ઉપરથી સુભાષબ્રીજ તરફ જઇ શકશે.

આ સિવાય અન્ય વાહનચાલકો વૈકલ્પિક રસ્તાઓ તરીકે

- Advertisement -

1) સાત રસ્તા સર્કલથી ગુરૂદ્વારા સર્કલ તરફ જઇ શકાશે.
2) ગુરૂદ્વારા સર્કલથી તુલસી હોટલ તરફ આવતા વાહનો લીમડા લાઇન થઇ તીનબત્તી તરફ જઇ શકશે.
3) ટાઉન હોલથી લાલ બંગલા સર્કલ તરફ આવતા વાહનો તીનબત્તી થઇ અંબર છત્રી તરફ જઇ શકશે.
4) બેડી ગેઇટ તરફથી સાત રસ્તા સર્કલ તરફ આવતા વાહનોને ટાઉન હોલથી અપના બજારથી તળાવની પાળથી આશાપુરા હોટલ તરફ જઇ શકશે.
5) તળાવની પાળ આશાપુરા હોટલથી ટાઉન હોલ સર્કલ તરફ આવતા વાહનો સ્પોર્ટ સંકુલથી ટાઉનહોલ તરફ જઇ શકશે.
6) સંતોષી માતાના મંદીરથી સુભાષ બ્રીજ સુધીના ઓવરબ્રીજની નીચેથી જઇ શકાશે. (તા.10/05/2026ના રોજ સાંજે 4:00 કલાકથી રાત્રીના 12:00 કલાક સુધી તથા તા.11/05/2026ના રોજ સવારે 5:00 કલાકથી 10:00 કલાક સુધી સુભાષ બ્રીજથી સંતોષી માતાના મંદિર સુધીના ઓવરબ્રીજ વાળા માર્ગના પ્રતિબંધની અવેજીમાં આ માર્ગનો ઉપયોગ કરી શકાશે.)

આ જાહેરનામુ ઈમરજન્સી સેવામાં રોકાયેલ એમ્બ્યુલન્સ તથા અન્ય તાત્કાલિક સારવાર સબંધિત વાહનો, ફાયરબ્રિગેડ તથા અન્ય બચાવ કામગીરીમાં રોકાયેલ વાહનો, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ફરજ પર રહેલ એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ તેમજ અન્ય કર્મચારી/ અધિકારીઓના વાહનો, વીજ પુરવઠો, પાણી પુરવઠો, ગેસ લીકેજ જેવી સેવાઓમાં જોડાયેલા જરૂરી સેવાઓના વાહનોને જરૂર મુજબ ખરાઈ કરીને મુક્તિ આપવાની રહેશે, પ્રતિબંધિત માર્ગ પર સ્થિત સરકારી વસાહતમાં વસતા અધિકારી, કર્મચારીઓની ખરાઈ કરી મુક્તિ આપવાની રહેશે.

આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-131 મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular