Thursday, May 7, 2026
Homeવિડિઓજિલ્લા પંચાયતની સીંગચ બેઠકમાં ઇવીએમમાં ક્ષતિ બાબતે રજૂઆત - VIDEO

જિલ્લા પંચાયતની સીંગચ બેઠકમાં ઇવીએમમાં ક્ષતિ બાબતે રજૂઆત – VIDEO

જામનગર જિલ્લા પંચાયતની 24-સીંગચ બેઠકની ચુંટણીમાં ઇવીએમના જોડાણમાં ગંભીર ક્ષતિ બાબતે તપાસ અને સુનાવણી કરવાની માંગણી સાથે જામજોધપુરના ધારાસભ્ય હેમત ખવાની આગેવાની હેઠળ રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -

ધારાસભ્ય હેમત ખવા દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે લાલપુર તાલુકાની 24-સીંગચ જિલ્લા પંચાયત અને 17-સીંગચ તાલુકા પંચાયત બેઠકની સામાન્ય ચૂંટણીનું પરિણામ તા.28-4-2026ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. આ ચૂંટણી પ્રક્રિયામાં સીંગચ ગામના બુથ નં.4માં મતદાન દરમિયાન તંત્ર દ્વારા રાખવામાં આવેલ ઇવીએમ મશીનોના સેટ (બલેટ યુનીટ અને ક્ધટ્રોલ યુનીટ)ના જોડાણમાં ગંભીર ટેનનિકલ ખામી અથવા વહીવટી ક્ષતિ રહી ગઇ હોવાની રજૂઆત ઉમેદવાર દ્વારા કરવામાં આવી છે.

જે મુજબ 17-સીંગચ તાલુકા પંચાયત માટે ફાળવેલ બીયુને 24-સીંગચ જિલ્લા પંચાયતના સીયુ સાથે જોડી દેવામાં આવ્યું હોવાનું માલુમ પડયું છે. મત ગણતરી સમયે પણ સ્ટોર રૂમમાંથી નીકળેલ સીયુના નંબરો મેચ ન થતા હોવાનું અને તે બાબતે પંચરોજકામ થયું હોવાનું જાણવા મળેલ છે. આ પ્રકારની અદલાબદલીને કારણે મતદારોનો મતાધિકાર જે તે ઉમેદવારના પક્ષમાં યોગ્ય રીતે નોંધાયો ન હોય તેવી પ્રબળ શકયતા છે, જે સીધી રીતે લોકશાહીની પારદર્શક ચૂંટણી પ્રક્રિયા પર પ્રશ્ર્નાર્થ ચિહ્ન ઉભુ કરે છે.

- Advertisement -

ઉમેદવાર રેવતુભા જાડેજા અને કંચનબેન વિનોદ રાઠોડ દ્વારા આ બાબતે અગાઉ પણ વાંધા અરજીઓ આપેલી છે. પરંતુ હજુ સુધી તેમને કોઇ સંતોષકારક પ્રત્યુતર મળેલ નથી. 24-સીંગચ જિલ્લા પંચાયત બેઠકના વિજેતા ઉમેદવાર અને 17-સીંગચ તાલુકા પંચાયત બેઠકના વિજેતા ઉમેદવારનું નામ ગેજેટમાં પ્રસિઘ્ધ કરતા પહેલા, અરજદાર ઉમેદવારો પાસે રહેલા પુરાવાઓની ચકાસણી કરવી અને તેમને રૂબરૂ સાંભળવા જરૂરી છે. તેમ આવેદનપત્રમાં માંગણી કરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular