Thursday, May 7, 2026
Homeરાજ્યહાલારમાટીની પાળીની આડસ ટપાડવા જતાં બૂલેટચાલકનું મોત

માટીની પાળીની આડસ ટપાડવા જતાં બૂલેટચાલકનું મોત

સુરજકરાડીમાં ગટરના ચાલુ કામના સ્થળે અકસ્માત : ગંભીર ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમ્યાન મોત : પોલીસ દ્વારા કાર્યવાહી

સુરજકરાડી ગામમાં રહેતો યુવાન થોડાં દિવસો અગાઉ બાઇક પર બેસીને ઉદ્યોગનગર જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં માટીની પાળીની આડસ પરથી પસાર થતાં સમયે બાઇક પરથી ગબડી પડતાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા અનિલભા જોધાભા માણેક નામના યુવાન થોડા દિવસો પૂર્વે તેમના જીજે37 એન 8123 નંબરના બુલેટ મોટરસાયકલ પર બેસીને સુરજકરાડીથી ઉદ્યોગનગરમાં જઈ રહ્યા હતા. અહીં માર્ગમાં ગટરનું કામ ચાલી રહ્યું હતું અને રસ્તામાં માટીની પાળીની આડસ કરી હતી. જે ટપાડવા જતા સર્જાયેલા અકસ્માતમાં અનિલભા બુલેટ સાથે પટકાયા હતાં.

આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત અનિલભા માણેકને હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના ભાઈ સુનિલભા જોધાભા માણેકએ કરતાં મીઠાપુર પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માતના બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular