ભાણવડમાં રામેશ્વર પ્લોટમાં રહેતા યુવાનની પત્ની એકાદ વર્ષથી રિસામણે માવતરે હોય તેને તેડવા ગયા હોય છતાં પરત આવતી ન હોય તેને મનમાં લાગી આવતાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતા મનસુખભાઈ ચનાભાઈ બાટા (ઉ.વ. 35) નામના યુવાનની પત્ની છેલ્લા એકાદ વર્ષથી રિસામણે ગઈ હતી. તેણીને મનસુખભાઈ તેડવા ગયા હોવા છતાં તેણી પરત આવી ન હતી. આ બાબતે મનસુખભાઈને મનમાં લાગી આવતા ગત તા. 4ના રોજ તેમણે પોતાના ઘર છતના હૂકમાં દોરડા વડે ગળાફાંસો ખાઈ લઇ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે હસમુખભાઇ ગોવિંદભાઇ બાટાએ જાણ કરતાં પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી આરંભી હતી.


