Saturday, May 2, 2026
Homeરાજ્યજામનગરઘરફોડ ચોરીના કેસમાં ત્રણ શખ્સોને ઝડપી લેતી એલસીબી

ઘરફોડ ચોરીના કેસમાં ત્રણ શખ્સોને ઝડપી લેતી એલસીબી

જામનગર શહેરમાં થયેલ ઘરફોડ ચોરીના કેસમાં એલસીબીએ ત્રણ શખ્સોને ઝડપી લઇ ઇલેકટ્રીક વાયરના કેબલના બંડલ તથા મોટરસાયકલ સહિત કુલ રૂા.2,04,100નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં નવા બનતા રહેણાંક મકાનમાંથી ઇલેકટ્રીક કેબલ વાયરની ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. આ કેસના આરોપી અંગે એલસીબીના દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, રૂષીરાજસિંહ વાળાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા ડો. રવીમોહન સૈની તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભાની સુચના અને એલસીબીના પીઆઇ વી.બી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ એમ.વી. ભાટીયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે સંજય મધુ રાઠોડ, પરબત મધુ રાઠોડ, અમીત સકુર કાના નામના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતાં.

આરોપીના રહેણાંક મકાનેથી પોલીસે રૂા.1,54,100ની કિંમતના 48 નંગ ઇલેકટ્રીક વાયરના કેબલના બંડલ રૂા.50,000ની કિંમતનું મોટરસાઇકલ સહિત કુલ રૂા.2,04,100નો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ એક શખ્સ સુમાર દાદુ પરમારની શોધખોળ હાથ ધરી હતી. આરોપીની પુછપરછ દરમિયાન આરોપીઓ રાત્રી દરમિયાન શહેર વિસ્તારમાં ફરી નવા બની રહેલ રહેણાંક મકાનની દિવાલ ટપી દરવાજાના નકુચા તોડી મકાનમાંથી ઇલેકટ્રીક વાયરના કેબલના ચોરીઓ આચરતા હોવાની કેફીયત આપી હતી. પોલીસે સીટી બીમાં નોંધાયેલ ત્રણ કેસો ઉકેલ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular