Sunday, April 26, 2026
Homeરાજ્યજામનગરજિલ્લા ચૂંટણી અધિકારી કલેકટર દ્વારા કંટ્રોલ રૂમની મુલાકાત લઇ સમીક્ષા - VIDEO

જિલ્લા ચૂંટણી અધિકારી કલેકટર દ્વારા કંટ્રોલ રૂમની મુલાકાત લઇ સમીક્ષા – VIDEO

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી-2026 અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી. પંડ્યાએ જિલ્લા કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ચૂંટણી પ્રક્રિયા સુચારુ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી.

- Advertisement -

જિલ્લા ચૂંટણી અધિકારીએ કંટ્રોલ રૂમમાં કાર્યરત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચર્ચા કરી ચૂંટણી સંબંધિત મળતી માહિતી, ફરિયાદોનું નિવારણ, તેમજ વિવિધ ટીમો સાથેના સંકલન અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ખાસ કરીને સમયસર પ્રતિસાદ, સચોટ માહિતી સંકલન અને મતદારોને જરૂરી સહાયતા ઉપલબ્ધ કરાવવાની બાબતે ભાર મુક્યો હતો.

તેઓએ જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે તમામ અધિકારીઓએ સતર્કતા સાથે પોતાની ફરજ નિભાવવી જરૂરી છે. તેમણે કંટ્રોલ રૂમમાં ઉપલબ્ધ સુવિધાઓ અને વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ આપી હતી.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. સવારે 7:00 થી 11:00 વાગ્યા સુધીમાં જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં 16.91 ટકા, સિક્કા નગરપાલિકામાં 27.89ટકા, જામનગર તાલુકા પંચાયતમાં 29.98 ટકા, જોડિયા તાલુકા પંચાયતમાં 25.60 ટકા, ધ્રોલ તાલુકા પંચાયતમાં 28.20 ટકા, લાલપુર તાલુકા પંચાયતમાં 29.54 ટકા, જામજોધપુર તાલુકા પંચાયતમાં 25.16 ટકા, કાલાવડ તાલુકા પંચાયતમાં 26.76 ટકા, જામનગર જિલ્લા પંચાયતમાં 28.85 ટકા મતદાન નોંધાયું છે.

- Advertisement -

આ દરમિયાન ઓબ્ઝર્વર આઈ.એસ.પ્રજાપતિ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ.કાથડ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દીપા કોટક, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular