Friday, April 24, 2026
Homeરાજ્યજામનગરલાખોટા તળાવમાં મહિલાએ બાળકી સાથે ભૂસકો માર્યો

લાખોટા તળાવમાં મહિલાએ બાળકી સાથે ભૂસકો માર્યો

જામનગર શહેરના લાખોટા તળાવમાંથી ગઇકાલે બે માસમુ બાળકોના મૃતદેહો મળી આવ્યાની ઘટના બાદ મોડીસાંજના સમયે એક મહિલાએ તળાવમાં ઝંપલાવ્યું હતું. જો કે, હાજર લોકોની સમયસૂચકતાના કારણે મહિલા અને તેની માસુમ બાળકીને આબાદ બચાવી લેવાયા હતા.

- Advertisement -

મળતી વિગત મુજબ જામનગર શહેરની મધ્યમાં આવેલા તળાવમાં ગઇકાલે સાંજે અજાણી મહિલાએ ગેટ નંબર 8 અને 9ની વચ્ચેના ભાગમાં ઝંપલાવ્યું હતું. મહિલાએ તળાવમાં ઝંપલાવ્યાની આજુબાજુમાં રહેલા લોકોને જાણ થતાં જ તેણે તળાવની પાળે રહેલા સ્ટાફને જાણ કરી હતી અને સ્ટાફે પણ લોકોની જાગૃતતા જોઇ તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. ફાયર ટીમ સ્થળ પર દોડી આવી હતી અને ફાયર ટીમએ તળાવમાંથી મહિલા અને તેની આશરે 6 વર્ષની માસુમ પુત્રી બન્નેને હેમખેમ બહાર કાઢી લીધી હતી. ત્યારબાદ મહિલાએ બાળકી સાથે કયા કારણોસર તળાવમાં ઝંપલાવ્યું તે અંગેની તપાસ માટે 112માં જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે આગળની તપાસ આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular